એકત્ર ધ્વનિ વિશે

About Ekatra Dhwani

એકત્ર ધ્વનિ એ એકત્ર ફાઉન્ડેશનનો એક નવો પ્રયોગ છે — ગુજરાતી ભાષાનાં અગત્યાના ગ્રંથોનાં ધ્વનિ-સારાંશોનું એક પુસ્તકાલય. અહીં તમે અર્વાચીન અને આધુનિક ગુજરાતી સાહિત્યની શિષ્ટ-પ્રશિષ્ટ કૃતિઓનો આસ્વાદમૂલક સંક્ષિપ્ત શ્રાવ્ય પરિચયો સાંભળી શકો છો.

‘સરસ્વતીચંદ્ર’થી લઈને આધુનિક યુગ સુધીની કવિતા, નવલકથા, નાટક અને આત્મકથા જેવા વિવિધ સાહિત્યસ્વરૂપોની ગણનાપાત્ર કૃતિઓનો પરિચય મેળવી શકાય છે. પંડિતયુગ, ગાંધીયુગ અને આધુનિક યુગના મહાન સર્જકો અને જ્ઞાનપીઠ વિજેતા સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓનાં સારાંશ ગુજરાતી સાહિત્યના ગૌરવભર્યા ઇતિહાસની પ્રતીતિ કરાવે છે. વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે આ એક અત્યંત ઉપયોગી સંદર્ભ-સંચય છે.

આ સારાંશો AIની મદદ લઈ રીતે તૈયાર કરાયેલાં છે. તે મૂળ કૃતિના સ્થાને નથી — તે માત્ર પ્રવેશદ્વાર છે. અમારો આશય છે વિદ્યાર્થીઓ વેકેશનમાં મૂળ પુસ્તક હાથમાં લે અને વાંચે.

Ekatra Dhwani is a project of the Ekatra Foundation — a free audio library of Gujarati literature. Each entry pairs a short written introduction with a 10–20 minute audio overview of a classic or contemporary work.

The audio summaries are generated with NotebookLM and are offered as gateways to the original works, never as replacements for them. Our hope is that listeners will use these recordings as an invitation to read the books themselves, in Gujarati.

Learn more about the foundation at ekatrafoundation.org.